ગાંધીધામમાં મનોરંજનની નવી લહેર વિશ્વના ખ્યાતનામ જાદુગર વી.કે નું નવા અને ખતરનાક ખેલો સાથે ગાંધીધામમાં આગમન થયું છે.                              જાદુગર વી.કેએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે, તારીખ 2/4/2023થી ગાંધીધામમાં ટાઉનહોલ મધ્યે પચરંગી શહેર ગાંધીધામના લોકો માટે જાદુના નવા નવા કરતબ સાથે લોકોના મનોરંજન માટે  મેઝિક શોનું શુભારંભ કર્યું છે.     મેઝિક શોની શરૂઆત સંતો મહંતોના આશીર્વાદથી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી, જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ,ભારાપર જાગીર મહંત શ્રી ભરતદાદા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, અસ્મિતાબેન બલદાણીયા આહીર, શ્રી બેન આહીર, પપ્પુભાઈ આહીર, હરેશકુમાર તુલસીદાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ,મહંત શ્રી ભરત દાદા ,પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના મહાનુભાવોના સ્વાગત તથા  આદિપુર ગાંધીધામની સામાજિક સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, પત્રકારો અને આમંત્રિત સૌનું સન્માન કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, કાર્યક્રમ દરમિયાન જાદુગર વીકેએ પોતાના વિશે જણાવતા કહ્યું કે તેઓ પોતે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના લાલુકા ગામના વતની છે અને આહીર ખેડૂત પરિવારના યુવાન છે અને છેલ્લા 14 વર્ષથી જાદુના કાર્ય સાથે સંકળાયેલા છે, અને ગાંધીધામની જનતા માટે નિર્દોષ મનોરંજન લઈને આવ્યા છે, અને આવનારા 20થી25 દિવસ સુધી ગાંધીધામની જનતાને પોતાના જાદુના કરતબ દેખાડશે, આ મેજિક શો જોયા બાદ ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ પોતાના અભિપ્રાય દર્શાવ્યા હતા અને જાદુગરને શુભેચ્છાઓ પાઠવી હતી,  કોરોના કાળ બાદ પ્રથમ વખત આવું મનોરંજન ગાંધીધામમાં આવતા લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી. ઉપરાંત પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકો મેઝિક શો નિહાળવા આવ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવાની જાહેમત અસ્મિતાબેન બલદાણીયા આહીર, શ્રી બેન આહીર તથા પપ્પુભાઈ આહીર ઉઠાવી રહ્યા છે.                                    નોંધવું રહ્યું કે આ મેઝિક શો દરરોજ રાત્રે 9:30 વાગે અને રવિવારે બે વખત એટલે કે સાંજે 6:00 વાગે અને રાત્રે 9:30 વાગે દર્શાવવામાં આવશે.                                   *રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*