વાલોડ તાલુકાના બેડા રાયપુરા ગામમાં નવનાથ ધામ બીલીમોરાના મહાન સંત શિરોમણિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદાની અમૃતવાણીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વાલોડના બેડચિત ચોકડીથી ભવ્ય બાઈક રેલી સાથે પૂજ્ય શ્રી છોટેદાદાનું ભવ્ય સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભક્તો નાચ ગાન અને ડિજેના તાલે ઝૂમી ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા રેલીની શરૂઆતમાં મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ પૂજ્ય શ્રીનો સ્વાગત સત્કાર કર્યો હતો ઉપસ્થિત શાળાના બાળકોને પૂજ્ય શ્રી તરફથી મોહનથાળ અને ચોકલેટની મીઠાઈ આપી હતી જ્યારે એક મહિના પહેલા જ પૂજ્ય શ્રી છોટેદાદા એ આ પંથકમાં કોઇપણ જાતના નાતજાત, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ રાખ્યા વિના ઝુંપડી ઝુંપડીએ જઈ પધરામણી કરી હતી અને ક્યારેક નહિ જોયો હોય એવા પ્રોગ્રામના સૌ સાક્ષી બન્યા હતા ગુરુદેવની મીઠી મધુર વાણી સાંભળીને સૌ ભક્તો પાવન થયા હતા વર્તમાન સમયને અનુરૂપ સંગત કુસંગત, શ્રી રામ ચરિત માનસ પર એમની આગવી શૈલીમાં પ્રવચન કરી પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી ગુરુદેવે સૌને મોહિત કરી દીધા હતા ધારદાર ઉદાહરણો દ્વારા રમૂજ કરી વ્યસનથી દૂર રહેવા યુવાધનને આહવાન કર્યું હતું પૂજ્ય શ્રીની દાદા કી સેનાના સ્વંય સેવકોનું ઉદાહરણ આપી એ રાહ પર ચાલવાની હાંકલ કરી હતી આ અવસરે પોતાના ગુરુદેવ પૂજ્ય શ્રી સાનેદાદાને યાદ કરી તેમણે અહીં શરૂ કરાવેલ અખંડ શ્રી રામ ધૂનનો પ્રસંગ યાદ કર્યો હતો અને સૌ ભક્તોને 23 એપ્રિલના રોજ પૂજ્ય શ્રીના સાક્ષાત્કારના અમર દિવસે નવનાથ ધામ પધારી ગુરુ પાદુકા પૂજનનો લાભ લેવા જણાવ્યું હતું આ પાવન અવસરે ઉપસ્થિત સૌ ભક્તો માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી