108 ની ઈમરજન્સી સેવા એ ખરા અર્થમાં લોકો માટે જીવનદાત્રી સેવા બની છે ત્યારે તેમાં ઇમરજન્સી માં દર્દીને સારવાર આપતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ખુબજ આગવું સ્થાન ધરાવે છે. આ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન એટલે કે EMT એ દરેક પ્રકારની ઇમરજન્સી માં પોતાની કાર્યકુશળતા થી વ્યક્તિઓના જીવ બચાવતા હોય છે. ઘણીવાર તેમના જીવની પણ પરવા કર્યા વગર દર્દીને જીવનને જ સર્વોપરિ ગણીને તન મનથી સારવાર કરતા હોય છે. આ કર્મઠ EMT ની સેવાઓને બિરદાવવા માટે દરવર્ષે 2જી એપ્રિલ રાષ્ટ્રિય emt ડે તરીકે મનાવવામાં આવે છે.
આ વર્ષે EMT ડે ના દિવસે કાર્યકર્તા CPR તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમના ભાગરૂપે આજરોજ સુરત,નવસારી તથા વલસાડ મેડિકલ કોલેજ ખાતે પણ CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગને અનુલક્ષીને CPR ટ્રેનિંગ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ મેડિકલ કોલેજ ખાતે CPR ટ્રેનિંગ પ્રેક્ટિકલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી કે ક્યારે CPR આપી શકાય અને CPR આપવાની સાચી રીત પણ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવી હતી. લોકો CPR ની પ્રેક્ટિસ કરી શકે તે માટે મેનકીન્સની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આજના EMT ડે ના પ્રસંગે સુરત ખાતે શ્રી સી. આર. પાટીલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 108 માં EMT તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલ અને વિકટ પરિસ્થિતિમાં દર્દીનો જીવ બચાવેલ હોય તેવા 108 સ્ટાફ ને એવોર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે 108 ના પ્રોગ્રામ મેનેજર શ્રી કમલેશ પઢીયાર દ્વારા લોકોને 108 ગુજરાત એપ્લિકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી અને 108 ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરાવવવામાં આવી હતી અને ક્યાં સંજોગોમાં 108 ને કોલ કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી. વધુમાં ગુજરાત સરકાર દ્વારા 108 ગુજરાત એપનું વિમોચન થયેલ તેનું પણ લોકોને ડાઉનલોડ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને આશરે 1500 થી 2000 જેટલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવેલ હતી. ગુજરાત ગૃહમંત્રી શ્રી હર્ષ સંગવી સાહેબ દ્વારા સુરત જયું સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ ની મુલાકાત લેવામાં આવી હતી અને EMT ડે પ્રસંગે 108ના સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા અને 108ની સેવાને બીરડાવવવામાં આવી હતી.