મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ બિરસામુંડા સર્કલ પર આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના મસીહા ભગવાન બિરસા મુંડા સર્કલ સહિત આજુબાજુના તમામ વિસ્તારને સફાઈ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના તાલુકા સંયોજક ભેરુભાઈ સાંવરિયા તેમજ મયુરભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું