ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં બનાસ નદી કિનારે વિદ્યમાન ભૈરવ દાદાના સ્થાનકે ચૈત્ર સુદ એકાદશીએ જાગરણ યોજાઇ હતી.

રામરતનભાઇ સૈનીએ સહપરિવાર હીમાચલવાસિની જવાલાદેવીના દર્શન કરીને હરિયાણાના કુંડ પાસેના ગામમાં બિરાજમાન દેવીના રથવાહક ભેરુબાબાના પણ દર્શન કર્યાં હતા.

સ્વગૃહે ચૈત્ર સુદ નવમીના દિવસે માતાજીની જાગરણ કરીને પૌત્ર જન્મ દિવસ ઉજવ્યો હતો અને એકાદશીના મંગલ દિવસે ખેતર વિસ્તારમાં વિદ્યમાન ભેરુ ભગવાનના સ્થાનકે ભૈરવ મહીમા ગવાયો હતો. જેમાં કાન્તિલાલ પઢિયાર,જીતેન્દ્ર ટાંક અને બાબુભાઇ માળીએ સુંદર ભજન રજૂ કર્યાં હતા.