રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગે આપવામાં આવેલ માર્ગદર્શન અને સુચના અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ નાઓની સુચનાથી પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી નાઓની રાહબરી હેઠળ ટીમ તૈયાર કરી જરૂરી વર્કઆઉટ કરી એલ.સી.બી. સ્ટાફ સાથે ખંભાળીયા ટાઉન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા સબબે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એ.એસ.આઈ. સજભા જાડેજા તથા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા નાઓને સયુંકત રાહે મળેલ બાતમી હકીકત મુજબ, ખંભાળીયા તાલુકાના પીરલાખાસર ગામના પાટીયે પાનબીડીની દુકાનમાંથી રોકડ રૂપીયાની ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડી પો.સ.ઈ. શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત તપાસ થવા સારૂ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

- પકડાયેલ આરોપીનું નામ = 

(૧) રીઝવાન ઉર્ફે આમીન ઉર્ફે કારો સ/ઓફ નુરમામદભાઈ ઈસ્માઈલભાઈ ધુઘા ઉ.વ.૨૭ રહે. સેવક દેવળીયા ગામ તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા 

(૨) અરબાઝ ઉર્ફે અબલો સ/ઓફ ઈસ્માઈલભાઈ ઉર્ફે ભૂરાભાઈ ાસમભાઈ ઉર્ફે સલો ઘુઘા ઉ.વ.૧૮ રહે. રામેશ્વર

પ્લોટ, ટેલીફોન એકચેન્જની બાજુમાં, ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા

(૩) સમીર ઉર્ફે બાડો સ/ઓફ દિલાવરભાઈ મજીદભાઈ સમા ઉ.વ.૧૯ રહે. રામેશ્વર પ્લોટ, સપના સ્ટુડીયોના બોર્ડની

બાજુમાં, ગામેતી પાન પાસે, ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા

- કબ્જે કરેલ મુદામાલ -

(૧) રોકડા રૂ.૩૦૦૦/- (૨) હોન્ડા સાઇન મો.સા. કી.રૂ.૨૦,૦૦૦/- (૩) લોખંડનો સળીયો (ટોમી) કી.રૂ.૫૦ (૪) આધારકાર્ડની નકલ

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબારી હેઠળ PSI બી.એમ.દેવમુરારી, ASI સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, તથા HC જેસલસી જાડેજા, સહદેવસીહ જાડેજા, PC ગોવીંદભાઇ કરમુર, સચીનભાઈ નકુમ વિગેરે નાઓ જોડાયા હતા.