મહુવા તાલુકાના નાયબ ખેતી નિયામક કોમલબેન દેવદત્તભાઈ ચૌધરી પોતાની ટીમ સાથે મહુવા તાલુકામાં વિવિધ નિરીક્ષણ કરી રહ્યા હતા તેવા સમયે તેઓને મળેલી માહિતી આધારે બુટવાડા ગામે તપાસ કરતાં તેઓને તેજસ મણીલાલ પટેલના પતરાંના ગોડાઉનમાંથી પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના હેઠળ વિતરણ કરાતો નીમ કોટેડ યુરિયા ખાતરનો ખેતી સિવાય અન્ય ઔદ્યોગિક એકમોમાં મોકલાતો હોવાની શંકા ધરાવતો 60 ગુણ નો રૂપિયા16020નો જથ્થો મળી આવ્યો હતો મહુવા ખેતી વિભાગની ટીમને તપાસ દરમિયાન 46 ટકા નાઇટ્રોજન માર્કો વાળો યુરિયા ખાતરનો પીળા રંગની થેલી વાળો જથ્થો મળવા સાથે રશિયા, ઇજિપ્ત અને ફિનલેન્ડ ના મારકા વાળી ખાલી બેગો પ્રિન્ટ વગરની ખાલી બેગોનો 1000 ગુણીનો જથ્થો પણ મળી આવ્યો હતો જગ્યા ઉપર હાજર ઘર માલિક તેજસ મણીલાલ પટેલ રહે બુટવાડાનું નિવેદન નોંધ્યા બાદ તેણે જીએસએફસી, વડોદરા ના પોતાના નામના તથા મહુવાના નળધરા મુકામે રહેતા કમલેશ હસમુખભાઈ પટેલ ના નામના બિલ ચલણ વગેરે પ્રસ્તુત કર્યા હતા મળી આવેલ જથ્થો ખેતી કામ સિવાય અન્ય કોઇ ઔધોગિક એકમના વપરાશમા લેવાતો હોવાની શંકા સાથે જરૂરી કાર્યવાહી કરતા ઘરના માલિક તેજસ પટેલ જતા રહ્યા હતા નાયબ ખેતી નિયામક દ્વારા તેજસ પટેલના ભાઈ ને નોટીસ આપી જથ્થો જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરી હતી