સાપ દેખાતા અફડાતફડી સર્જાઈ: ડીસાના નીલકંઠ પ્લાઝા શોપિંગમાં સાપ આવી જતા લોકોમાં ભયનો માહોલ; 5 ફૂટ લાંબા સાપને સુરક્ષિત જગ્યાએ છોડાયો
ઉનાળાની શરૂઆત થતા જ દરમાં રહેતા જીવજંતુઓ હવે બહાર નીકળવા લાગ્યા છે. તે દરમિયાન આજે ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલા નીલકંઠ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં અચાનક મોડી સાંજે સાપ દેખાયો હતો. પાંચ ફૂટ લાંબો સાપ દેખાતા જ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ જાણ કરતા સાપ પકડતી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાપને પકડી કોથળામાં નાખી સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો. સાપ દેખાતા જ આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડ્યા બાદ સ્થાનિક વેપારીઓ સહિત લોકોએ હાંસકારો અનુભવ્યો હતો.