મહુવા તાલુકાના ડુંગરી ગામે આજરોજ ખાત મુહૂર્ત કાર્યક્રમ મહુવા170 મત વિસ્તારના ધારા સભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે યોજાયો હતો સુરત જિલ્લા શિક્ષણ વિભાગ સંચાલિત ડુંગરી ગામે આવેલ પ્રાથમિક શાળાના મકાનનું ખાત મુહૂર્ત મહુવા170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ડુંગરી ગામે ખાત મુહૂર્ત કરવામાં જ વાલીઓમાં આનંદ સાથે બાળકોને આધુનિક મકાન સાથે સારી સુવિધાઓ મળવાની આશા સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો