ખંભાતના ઉંદેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, ઉંદેલ ગામના સરપંચ નવીનસિંહ સોલંકી, ડેપ્યુટી સરપંચ જયહરિભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય-નોટરી એડવોકેટ અમરસિંહ ઝાલા, સમાજના આગેવાનો સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી આરતી દર્શન અને અભિષેકનો લાભો લીધો હતો.

(સલમાન પઠાણ ખંભાત)