મહેસાણા :મહેસાણા જિલ્લાના કડી શહેરમાં થોડા વર્ષ અગાઉ જાહેરમાં એક યુવકની છરીઓના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને જેતે સમયે પોલીસે ઝડપી જેલ હવાલે હર્યો હતો. આરોપી કડીમાં આવેલા શાકમાર્કેટમાં જાહેરમાં યુવકની છરીઓ મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયા બાદ જેલ હવાલે કરાયો હતો. બાદમાં પેરોલ પર પોતાના ઘરે આવ્યા બાદ આરોપી રાવળ નરેશ ઉર્ફ ભુરિયો ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે આરોપી અમદાવાદ-કલોલ હાઇવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ઉભો હોવાની બાતમી માળતા મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમે ત્યાં જઈ આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં ફરી એકવાર આરોપીને જેલ હવાલે મોકલી દેવાયો હતો.