પાવીજેતપુરમાં ચાર વર્ષની નાની બાળા ખત્રી ખદીઝા બાનુ એ પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી
પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમો ઈબાદત મા મશગુલ છે તો નાના બાળકો પણ પહેલો રોજો રાખી ૧૪ કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી ખુદાની બંદગી કરી રહ્યા છે. આ એક કુદરત તરફથી રોજદાર બાળકો ને હિંમત હોય છે એટલે તેઓ ને રોજા માં કોઈ તકલીફ રહેતી નથી. , પાવીજેતપુર ખત્રી ફળિયા માં રહતી માત્ર ચાર વર્ષની દીકરી ખત્રી ખદીઝા બાનુ સફિક અહેમદ એ પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.