ડીસા ના ભોયણ પાસે થી એલ.સી.બી. પોલીસ ની ટીમે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું..
ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર થી જિલ્લા એલ.સી.બી. પોલીસ ની ટીમે દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે, અને રાજસ્થાન થી મહેસાણા લઈ જતા દારૂ સહિત કુલ 20.18 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી બે પરપ્રાંતીય આરોપીઓ ની અટકાયત કરી છે..
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. પોલીસ ની ટીમ આજે ડીસા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે રાજસ્થાન થી મહેસાણા તરફ એક દારૂ ભરેલું ટેન્કર જઈ રહ્યું હોવાની માહિતી મળતા જ ભોયણ પાસે વોચ ગોઠવી હતી..
તે દરમિયાન ધાનેરા તરફ થી આવી રહેલા એક શંકાસ્પદ ટેન્કર ને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો..
જેથી પોલીસે ટેન્કરમાં ભરેલી 3834 દારૂની બોટલ જપ્ત કરી હતી..
તેમજ દારૂ અને ટ્રક સહિત કુલ 20.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ટ્રક ચાલક માંગીલાલ બિસ્નોઇ અને ભવરલાલ બિસ્નોઇ ની અટકાયત કરી હતી..
પ્રાથમિક પૂછપરછ કરતા ઝડપાયેલા બંને આરોપીઓ એ રાજસ્થાન ના જાલોર પાસે થી દારૂ ભરી મહેસાણા આજુ બાજુ માં ડિલિવરી આપવા જતા હોવાનું જાણવા મળ્યું હતું..
જેથી એલ.સી.બી. પોલીસ ની ટીમે ઝડપાયેલા બે આરોપીઓ તેમજ માલ મંગાવનાર અને ભરાવનાર સહિત ચાર લોકો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..