સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ The Best International Intellectual Educator of the year - 2023 થી સન્માનિત..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામના વતની અને સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ "રાહી"ની Indian Prime Icon Awards શ્રેણી અંતર્ગત 

" THE BEST INTERNATIONAL INTELLECTUAL EDUCATOR OF THE YEAR - 2023" માટે પસંદગી કરવામાં આવી છે.

Indian Global Icon Magazine દ્વારા એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સવિશેષ, ઉત્તમ, પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સમાજ સશક્તિકરણ માટેના હકારાત્મક અભિગમ બદલ સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ "રાહી"ને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. 

Indian Global Icon Magazine

સંસ્થાના ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક એવા રાકેશ પ્રજાપતિની પસંદગી થવી એ સોજા હાઈસ્કૂલ તેમજ સોલૈયા પ્રજાપતિ પરિવાર અને સમસ્ત પ્રજાપતિ સમાજ માટે ગૌરવપ્રદ ઘટના છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ પ્રજાપતિને એમની શિક્ષણ અને સમાજસેવાની હકારાત્મક પ્રવૃત્તિઓની ફળશ્રૃતિરૂપે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.

શ્રીમાન "રાહી" ગુજરાત રાજ્ય અને ભારતભરની વિવિધ સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક-જાહેર સેવાભાવી સંસ્થાઓ સાથે અવિરત સેવારત છે એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.