ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં લખમાજી ગેલોત પરિવાર પરિસરમાં સર્વે પરિવારજનોએ ભેગા મળીને ચૈત્ર સુદ અષ્ટમીના મંગલ દિવસે આદ્યશક્તિ અંબિકા મહાકાળી માતાજીને પ્રસન્ન કરવા નવચંડી પાઠ કર્યો હતો.
બહેન કુંવાસી ભાણેજીઓને ભોજન પ્રસાદ કરાવી પરિવારે ધન્યતા અનુભવી હતી.શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર આરંભાયેલ હોમ હવન યજ્ઞ આખો દિવસ પ્રવાહિત રહ્યો હતો એમ રમણજી ગેલોતે જણાવ્યું હતું.