રમજાન નો મહિનો મુસ્લિમો માટે તે પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં મુસ્લિમ રોજા રાખે છે.આ આખા મહિના માટે મુસ્લિમો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા ખોરાક અને પાણી લેતા નથી.

 આવી કાળઝાળ ગરમીમાં નાના ભૂલકાઓ પણ રોજા રાખવાનો આનંદ માને છે ત્યારે ડભોઇ જનતા નગરમાં રહેતી માત્ર સાડા ચાર વર્ષની નાની બાળકી ખત્રી અમરીન બાનુ ફકીર મહંમદ એ પણ તેના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહથી દુઆ માંગી હતી.