શ્રી ડીસા મોઢ મોદી ધાચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ- ૮ નિમિત્તે (મહા-પ્રસાદ) નું આયોજન રાખેલ હતું. સમાજના દરેક ભાઇઓ બહેનો સમયસર પધારી મહા-પ્રસાદનો લાભ લીધો હતો.
માતાજીના આનંદના ગરબાના ગુણગાન કરવા વિવિધ આનંદ ગરબા મંડળો દ્વારા જેવા કે, ડીસા, પાટણ, કલોલ, તેમજ અમદાવાદના મંડળો હાજર રહ્યા હતા. નવે નવ દિવસ આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગમાં દરેક માઇભક્તો ભકિતમાં તરબોળ બનીને નાચી ગાઈને ઝૂમી ઉઠ્યા હતા. ભક્તિભાવનો માહોલ લાઠી બજાર ખાતે આવેલ મોઢ મોદી ધાચી જ્ઞાતિ સમાજની વાડીમાં જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં માઇભક્તો હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.