દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. જ્યાં વહેલી સવારે મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હોવાની જાણ થતાં જ કેટલાક માણસોએ આ પોસ્ટર હટાવી દીધા હતા.

ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. રાત્રિના સમયે આમ આદમી પાર્ટીના માણસોએ એલીવેટેડ બ્રિજ પર મોદી હટાવો દેશ બચાવોના લખાણવાળા પોસ્ટર લગાવ્યા હતા. એલિવેટેડ બ્રિજ પર અલગ અલગ જગ્યાએ અંદાજિત 10 થી પણ વધુ મોદી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. વહેલી સવારે જાણ થતાં જ કેટલાક માણસોએ પહોંચી તાબડતોબ આ પોસ્ટર હટાવી દીધા હતા.

જેમાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા અને માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સહિત અલગ અલગ જગ્યાએ મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર લાગ્યા હોવાની માહિતી મળતા જ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને તમામ પોસ્ટર હટાવી લીધા હતા.