પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકા નાં કલ્યાણપુરા ગામ ખાતે રામનવમી ની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઇ તો કલ્યાણપુરા રામજી મંદિર ખાતે આજરોજ રામનવમી ને લઇને મહા આરતી નું આયોજન કરાયું જેમાં સમસ્ત કલ્યાણપુરા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કલ્યાણપુરા રામજી મંદિર નાં પૂજારી સાધુ કાશીરામ બાપૂ એ મહા આરતી સાથે રામધૂન અને રામ નાં મહિમાનો વાર્તાલાપ કરી રામજી મંદિર માં ગ્રામજનો સાથે રામ નામનો આખ્યાન નું રસપાન કરાવ્યું અને રામધૂન બોલાવી રામ નાં નારા સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. આમ,, આજરોજ કલ્યાણપુરા ગામ ખાતે ભવ્ય રામનવમી ની ઉજવણી કરવામાં આવી હતી.તો મહા આરતી બાદ રામધૂન બોલાવી મહાપ્રસાદ આપવામાં આવી હતી..આજરોજ રામ લલ્લા નાં ભવ્ય અવસર નિમિતે કલ્યાણપુરા ગ્રામજનો રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા,, તો કલ્યાણપુરા ગામ ની મહિલાઓ ઘરે ઘરે થી થાળી લઈ રામચંદ્ર ભગવાન ની આરતી ઉતારી લાભ લીધો હતો.
તો આજના આ પાવન દિવસે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ દ્વારા કલ્યાણપુરા રામજી મંદિર ખાતે મહા આરતી કરી મંદિર મા શણગાર સજી મહા આરતી કરી મહા પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આમ કલ્યાણપુરા ગામ ખાતે રામનવમી ને લઇને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.