અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૧૨૩૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૨૦(બી), ૧૧૪, મુજબના ગુન્હાનો આરોપી,
છેલ્લા ત્રણ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય,તેમજ મજકુર આરોપીનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, જે મજકુર લીસ્ટેડ આરોપીને બાતમી હકીકતના આધારે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :-
(૧) નિલેષભાઇ ઉર્ફે નિલીયો સોની બાબુભાઇ થડેશ્વર ઉ.વ.૪૩, ધંધો.સોની કામ, રહે.સરધાર, તા.જી. રાજકોટ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ હિમકરસિંહ નાઓની અને જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.