સામાન્ય નાગરિક પણ કરી શકે છે વાત PM સાથે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

PM મોદીનાં ફોન નંબરથી લઈ સરનામાં સુધીની માહિતી ઉપલબ્ધ

ફેક્સ અથવા પત્રથી પણ કરી શકો છો સંપર્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનાં એ લોકોમાં આવે છે જેને કરોડો લોકો ફોલો કરે છે. લાખો લોકો PM મોદી સાથે મળીને પોતાનાં મનની વાત કહેવા ઈચ્છે છે.

જે લોકો પ્રધાનમંત્રી મોદી સાથે સીધી વાતચીત કરવા ઈચ્છે છે તેમના માટે હવે આ શક્ય છે. PM મોદી પોતે લોકો સાથે કનેક્ટ થવા માટે દર મહિને 'મન કી બાત' કાર્યક્રમ યોજે છે. 

આ રીતે કોનટેક્ટ કરી શકો છો...

સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર વગેરે પર તમે તેમને તમારા મનની વાત કરી શકો છો. PM મોદી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારાં અને રિસ્પોન્સિવ નેતાઓમાંનાં એક છે. તમે એમના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોન્ટેક્ટ કરી શકશો.

જો તમે ઈચ્છો તો PMO India ને પણ ટેગ કરી શકો છો.

આ છે વિવિધ એકાઉન્ટની લિંક,

fb-https://www.facebook.com/narendramodi

twitter- https://twitter.com/narendramodi

ઈન્સ્ટાગ્રામ- https://www.instagram.com/narendramodi/

ઈ-મેઈલ ID

પ્રધાનમંત્રીની ઓફિસથી [email protected] પર ઈ-મેઈલ કરીને પણ સંપર્ક કરી શકો છો. આ એકાઉન્ટ ખાસ વાતચીત માટે છે. આ સિવાય પીએમ મોદીને આ ઈમેઈલ Id થી પણ સંપર્ક કરી શકાશે.

[email protected]

પત્ર લખીને કરો સંપર્ક

જો તમે વડાપ્રધાન મોદીને પત્ર લખવા ઈચ્છો છો તો તેમનાથી ઓફલાઈન ધોરણે સંપર્ક કરી શકશો.

સરનામું: Web Information Manager, South Block, Raisina Hill, New Delhi, 110011

ફોન નં : +91-11-23012312

FAX: +91-11-23019545, 23016857.

ફોન અથવા ફેક્સ દ્વારા કરો વાતચીત

પીએમ મોદીને જો તમે ફોન કરવા ઈચ્છો છો તો તેમના ઘર અને ઓફિસનાં નંબર ઉપલ્બ્ધ છે. ફોન અથવા ફેક્સ પર તમે ફરિયાદ નોંધાવી શકો છો.

PMO:+91-11-23012312

FAX: +91-11-23019545, 23016857.

PM Modi contact: 011-23015603, 11-23018939, 011-23018668

PMO હેલ્પલાઈન: +91-1800-110-031