ડીસા માં રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ..

ડીસા ખાતે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો..

બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી..

શહેર ના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી પોલીસે લોકોને તહેવારમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી..

આવતીકાલે રામનવમી નિમિત્તે ડીસામાં પણ ભવ્ય રથયાત્રા નીકળવાની છે..

જેમાં હજારો લોકો આ રથયાત્રામાં જોડાઈને રામ જન્મોત્સવની ઉજવણી કરશે..

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી..

પોલીસ ના કાફલાએ શહેરના માર્ગો પર ફરી ફ્લેગમાર્ચ યોજી લોકોને રામનવમી તહેવાર શાંતિથી ઉજવવા અપીલ કરી હતી..

ફ્લેગ માર્ચનો હેતુ અસામાજિક તત્વો માટે કડક દાખલો બેસાડવો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક પોલીસને સહાયતા કરવાનો છે..