આજ રોજ શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરાનો એન. એસ.એસ. વાર્ષિક શિબિર નો સમાપન સમારોહ ગોવિંદી પ્રાથમિક શાળા મુકામે યોજાયો હતો જેમાં કોલેજના આચાર્ય ડૉ. અપૂર્વ પાઠક સાહેબની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં રજીસ્ટારશ્રી ડૉ. અનિલ સોલંકી સાહેબ અને અતિથી વિશેષ તરીકે નિવૃત્ત ડીસ્ટ્રીક્ટ જજ શ્રી એન.પી.પુરાણી સાહેબ, શાળાના આચાર્યા શ્રીમતી રોશનીબેન પટેલ શોભાયમાન હતા.
કાર્યક્રમના આરંભમાં આચાર્યશ્રીએ મહેમાનોનો પરિચય તથા શાબ્દિક આવકાર વ્યક્ત કરી સમારંભની ભમિકા રજુ કરી હતી અને પછી બુકેથી સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. સમારોહની શરૂઆત નવતર પ્રયોગ તરીકે શ્રી પુરાણી સાહેબ દ્વારા તૈયાર કરાયેલ મૂટકોર્ટથી કરવામાં આવી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ કોર્ટની કાર્યવાહીથી અવગત થયા હતાં અને કોર્ટના ન્યાયાધીશ, વકીલો, પોલીસ અધિકારીઓ, સાક્ષીઓની કેવી ભૂમિકા હોય છે તે મૂટકોર્ટના માધ્યમથી સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
આ સપ્ત દિવસીય કાર્યશિબિરમાં સરકારશ્રીના "જી-20" તથા "આઝાદી કા અમૃત મહોત્સવ" પ્રકલ્પોના અનુસંધાનમાં સાત દિવસો દરમ્યાન કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવુતિઓ, શાળાના બાળકો માટે યોજાયેલ વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં સ્વયં સેવકોની કામગીરીને બિરદાવવા સર્ટિફિકેટ, મેડલ તથા ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ડૉ. કૃપા જયસ્વાલ દ્વારા વિવિધ ઈનામો અને તેના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યકમનાં મુખ્ય મહેમાન શ્રી ડૉ. અનિલ સોલંકી સાહેબે તેમના પ્રેરક વક્તવ્યમાં જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય સેવા યોજના વ્યક્તિ ઘડતર અને નિર્માણમાં પાયાનું માધ્યમ બને છે. તેઓના જણાવ્યાનુસાર આવી સેવાકીય પ્રવૃત્તિઓ થકી આજનો યુવા ભવિષ્ય માટે ખૂબ અગ્રેસર રહી સમાજને ઉપયોગી બને તો એ એક આવકારદાયક બાબત ગણાશે.
કાર્યક્રમના અંતમા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સતીષ નાગર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમસ્ત કાર્યક્રમનું સંચાલન NSS વોલન્ટિયર શ્રી ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતમાં સામુહિક ભોજન બાદ શિબિર પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રા. ડૉ. અર્ચના યાદવ, શાળાના શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિથી કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.