માનવ કલ્યાણ યોજના અંતર્ગત વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય મળે છે (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)  માનવ કલ્યાણ યોજના હેઠળ દાહોદ જિલ્લાના તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખ સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ http://e-kutir.gujarat.gov.in પર તા. ૧ એપ્રીલથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

 આ અરજીમાં અસલ ડોકયુમેન્ટનો ફોટો જ ઓનલાઇન અપલોડ કરવો. ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થઇ હોય પરંતુ ડ્રોમાં પસંદ પામી ના હોય તેમણે અરજી કરવાની રહેશે નહીં. આ યોજનામાં અગાઉ કોઇ પણ અરજદારનો તથા અરજદારના કુટુંબના સભ્યોની સાધન સહાય મંજૂર કરવામાં આવી હોય તેવા અરજદારોએ ફોર્મ ભરવાના રહેશે નહીં. આ યોજનામાં અગાઉ કોઇ પણ અરજદારનો તથા અરજદારના કુંટુંબના સભ્યોની સાધન સહાય મંજૂર કરવામાં આવી હોય તેવા અરજદારોએ ફોર્મ ભરવાના રહેશે નહીં. 

આપના ગામના વીસીઇ દ્વારા પણ અરજી ઓનલાઇન વિના મૂલ્યે ભરી આપવામાં આવશે. કોઇ પણ પ્રશ્ન માટે હેલ્પ ડેસ્ક ઉપર સંપર્ક કરવો. ૯૯૦૯૯૨૬૨૮૦ અથવા ૯૯૦૯૯૨૬૧૮૦ અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો રૂબરૂ સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.