અમરેલી તથા ભાવનગર જિલ્લાના મરણ જનાર વ્યકિતઓના આધારકાર્ડ નો ઉપયોગ કરી તેમાં છેડછાડ કરી જુદી જુદી-૨૧ વીમા કંપનીઓમાંથી વીમા પોલીસી મેળવી તથા વાહનલોન મેળવી કુલ રૂ.૧૪ કરોડની છેતરપીંડી કૌભાંડનો પર્દાફાશ કરતી રાજુલા પોલીસ ટીમ*

           ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા છેંતરપીંડીના ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓએ ઠગાઇ તથા છેંતરપીંડીના ગુનાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ-શોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

💫 *ગુનાની વિગત*

           રાજુલા પો.ઇન્સ જે.એન.પરમારનાઓને બાતમી રાહે ભરોસા લાયક હકિકત મળેલ કે,

ડુંગર ગામના હનુભાઇ હમજીભાઇ પરમાર તથા તેની સાથે બીજા માણસો મળી રાજુલા તાલુકા વિસ્તારમાં તથા આસપાસના જીલ્લાઓના ગામડામાં તાજેતરમાં મરણ ગયેલ વ્યક્તિઓના નામની માહીતી મેળવી તેમના કુટુંબી જનોનો સંપર્ક કરી તેઓને લોભ લાલચ અને પ્રલોભન આપી ભોળવી તેઓની પાસેથી મરણ જનાર વ્યક્તિનુ આધાર કાર્ડ મેળવી તેમા છેડ છાડ કરી નામ તથા ફોટામાં ફેરફાર કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જે આધારે પાનકાર્ડ તથા બીજા જરૂરી ડોક્યુમેન્ટ બનાવી મરણ જનાર વ્યક્તિના નામે વીમાં પોલીસી મેળવી, બોગસ દસ્તાવેજો રજુ કરી વીમો પાસ કરાવે છે. તેમજ મરણ ગયેલ વ્યક્તિઓના નામે બોગસ દસ્તાવેજો રજુ કરી વાહનો લોન ઉપર મેળવી વીમા કંપનીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોવાની માહીતી મળેલ,જે આધારે રાજુલા બસ સ્ટેશન ખાતેથી બાતમી વાળી ફોર વ્હીલ ગાડીઓમાંથી આરોપીઓની પુછપુરછ કરતાં,ગાડી નં.GJ-04-EA-9571 માં બેસેલ

(૧) હનુભાઇ હમજીભાઇ પરમાર તથા (૨) વનરાજભાઇ મધુભાઇ  

        બલદાણીયા

તથાગાડી નં- GJ-04-EA-7072 માં બેસેલ

 (૩) ઉદયસિંહ રામસિંહ રાઠોડ

(૪) જીતેશભાઇ હિંમતભાઇ પરમાર

 નામોવાળા ઉપરોકત આરોપીઓએ પાસેથી મરણ જનાર જીંજાળા અંકુશભાઇ ભીખુભાઇ નાઓના ખોટા આધારકાર્ડ તથા અલગ અલગ વીમા કંપનીઓની ચાર વીમા પોલીસી મળેલ જે બાબતે બાતમી હકિકત આધારે ખરાઇ કરતાં આરોપીઓએ ગુનો કરેલ હોવાનું જણાતા રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૧૫૦ આઇ,પી,સી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ પાસેથી અલગ અલગ વીમા કંપનીઓની લીધેલ રૂ.૪૦,૦૦,૦૦૦/- (ચાલીસ લાખ) ની વીમા પોલીસીઓ તથા ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ તથા વિમા પોલીસીઓ તથા ચેક તથા પાસપોર્ટ સાઇઝના ફોટાઓ તથા ચેક બુક, પાસબુક, ડેબીટ કાર્ડ કબ્જે કરી, નામદાર કોર્ટમાંથી આરોપીઓના દિન-૦૭ ના રીમાન્ડ મેળવેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત-*

(૧) હનુભાઇ હમજીભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંધો-ડોકટર, રહે.હાલ- ડુંગર, રામજી મંદીર પાછળ, તા.રાજુલા, જી.અમરેલી, મુળ રહે.મઢડા,તા.શિહોર જી.ભાવનગર,

(૨) વનરાજભાઇ મધુભાઇ બલદાણીયા ઉ.વ.૨૩, ધંધો.લેબોરેટરી/વીમા એજન્ટ રહે.ડુંગર, ડેલાપા રોડ, તા.રાજુલા, જી.અમરેલી,

(૩) ઉદયસિંહ રામસિંહ રાઠોડ ઉ.વ.૪૫, ધંધો-ખેતી/વેપાર રહે.ભાવનગર, કાળીયાબીડ, અક્ષરધામ એપાર્ટમેન્ટ-૧, ભાવનગર, મુળ રહે.પીંગળી,તા.તળાજા,

(૪) જીતેશભાઇ હિંમતભાઇ પરમાર 

       ઉ.વ.૩૯, ધંધો.વેપાર,

       રહે.ભાવનગર,

        તિલકનગર,આડોડીયાવાસ,  

        તા.જી.ભાવનગર, 

*ખુલવા પામેલ આરોપીની વિગત*

(૧) ભવદીપભાઇ ભરતભાઇ ખસીયા

      ઉ.વ.૨૨ રહે.તરસરા

     તા.તળાજા જિ.ભાવનગર

 *ખુલવા પામેલ ગુનાની વધુ વિગત તથા રીકવર કરેલ મુદામાલની વિગત*

*આરોપીઓએ કુલ-૨૧ વીમા કંપનીઓમાં* જેમાં વીમા કંપની TATA, HDFC, SHREE RAM, KOTAK, BHARTI EKXA, PNB, ICICI, INDIA FIRST, BAJAJ, MAX LIFE, CANARA, RELIANCE, IDBI, LIC, ADALWISE TOKIYO, SBI LIFE, EXIDE, FUTURE JURNALY, SUB, AVIVA LIFE, STAR UNIAIN માં

 કુલ-૮૭ પોલીસીઓ બનાવેલ છે.

  જૈ પૈકી

 રૂ.૨,૬૩,૦૦,૦૦૦/-(બે કરોડ ત્રેસઠ લાખ પુરા) રકમની પોલીસીમાંથી પાકતી મુદતે આરોપીઓએ રકમ મેળવી લીધેલ હોવાનું જણાવેલ છે.

 રૂ.૧,૮૧,૫૮,૦૦૦/- ( એક કરોડ એકયાસી લાખ અઠાછવન હજાર) રકમની પોલીસીઓ હાલ ચાલુ છે.

 રૂ. ૩,૪૭,૦૦,૦૦૦/-(ત્રણ કરોડ ચુડતાલીસ લાખ પુરા) રકમની પોલીસીઓ કેન્સલ થયેલ છે.

 રૂ.૫,૧૦,૦૦,૦૦૦/-/-(પાંચ કરોડ દસ લાખ) રકમની પોલીસીઓના કેસ કોર્ટમાં ચાલુ હોય પેન્ડીંગ છે.

  *આમ કુલ-રૂ.૧૩,૦૧,૫૮,૦૦૦/- ની (તેર કરોડ એક લાખ અઠાવન હજાર) ની વીમા પોલીસીઓ મેળવી જુદી જુદી વિમા કંપનીઓ સાથે છેતપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે.*

 (૧) હ્યુડાઇ કંપનીની ક્રેટા ગાડી

       રજી.નં.GJ-04-EA-7072

         કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/-

         (અગિયાર લાખ )

(૨) ટાટા નેકસોન ગાડી રજી

     નંબર-GJ-04-EA-9571

      કિ.રૂ.૬,૦૦,૦૦૦/-

      (છ લાખ)

(૩) મારૂતિ કંપનીની અલ્ટો K10

        રજી.નં.GJ-14-BD-1900

       કિ.રૂ.૪,૫૦,૦૦૦/-

      (ચાર લાખ પચાસ હજાર)

(૪) હ્યુંડાઇ કંપનીની I10 ગ્રાન્ડ  

      નીઓઝ નંબર પ્લેટ વગરની

      કિ.રૂ.૮,૦૦,૦૦૦/-

      (આઠ લાખ)

(૫) હ્યુંડાઇ કંપનીની ક્રેટા ગાડી

      રજી.નં.GJ-04-EA-7173   

       કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-

       (પંદર લાખ)

(૬) અલગ અલગ કંપનીઓના

     મોટર સાયકલો નંગ-૦૯

     જેની કિ.રૂ.૮,૬૦,૦૦૦/-

     (આઠ લાખ સાઇઠ હજાર)

(૭) અલગ અલગ કંપનીના મોબાઇલ

       નંગ-૧૦ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-

       (એક લાખ આઠ હજાર)

(૮) ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ તથા  

     વિમા પોલીસીઓ તથા   

       ચેકબુક,પાસબુક,

      ડેબીટ કાર્ડ કિ.રૂ.૦૦/૦૦

કુલ મુદામાલની કિ.રૂ.૫૨,૧૮,૦૦૦/-(બાવન લાખ અઢાર હજાર)

              ઉપરોકત સદરહું આરોપીઓેએ અમરેલી જિલ્લાના તથા ભાવનગર જિલ્લાના મરણ ગયેલ વ્યકિતઓના આધારકાર્ડ અને બીજા ખોટા ડોકયુમેન્ટ બનાવી વીમા પોલીસી તથા વાહન પોલીસી મેળવેલ છે તેવા વ્યકિતઓના નામની યાદી.

*કુલ-૩૧*

(૧) રાકેશભાઇ હિરાભાઇ વેલારી

         રહે.છાપરી તા.રાજુલા

(૨) જાવેદ હિંગોડા રહે.રાજુલા

 (૩) પ્રકાશ વાજા રહે.સુરત

(૪) નિલેષ મકવાણા રહે.મહુવા

(૫) યોગેન્દ્રસિંહ સરવૈયા રહે.કામરોલ

        તા.તળાજા

 (૬) રાજેશભાઇ ઘોયલ રહે.રેવા

       તા.પાલીતાણા જી.ભાવનગર

(૭) ઘનશ્યામભાઇ વાઘેલા રહે.પછવી

      તા.પાલીતાણા જી.ભાવનગર

(૮) મુન્નાભાઇ બારૈયા રહે.ઘેટી

      તા.પાલીતાણા

(૯) પ્રવિણભાઇ વેગડ રહે.અગીયારી

       તા.શિહોર જી.ભાવનગર

 (૧૦) વીપુલ ચૌહાણ રહે.રંડોળા

        તા.પાલીતાણા જી.ભાવનગર

(૧૧) રાજુભાઇ હિંમતભાઇ ચૌહાણ

         રહે.ચાંચ તા.રાજુલા

           જી.અમરેલી

 (૧૨) ભરતભાઇ ચૌહાણ રહે.રંડોળા

           તા.પાલીતાણા જી.ભાવનગર

 (૧૩) નારણભાઇ મેરાભાઇ વરૂ

        રહે.મોટા ખોખરા તા.ઘોઘા

         જી.ભાવનગર

 (૧૪) તખુબેન રતાભાઇ ચૌહાણ

          રહે.સરખડીયા તા.શિહોર

           જી.ભાવનગર

(૧૫) જેરામભાઇ નરશીભાઇ ડોડીયા

          રહે.ગોરખી તા.તળાજા

          જી.ભાવનગર

 (૧૬) જીવરાજભાઇ બચુભાઇ બારૈયા

            રહે.લોંગડી તા.મહુવા

             જી.ભાવનગર

 (૧૭) હરીભાઇ જેન્તિભાઇ ચુડાસમા

         રહે.સુભાષનગર ,ભાવનગર

(૧૮) જગદિશભાઇ શામજીભાઇ  

         ચૌહાણ રહે.ચોરવડલા

          તા.વરતેજ

 (૧૯) ગણપતભાઇ છગનભાઇ મેર  

          રહે.પાલીતાણા જી.ભાવનગર

 (૨૦) દિપકભાઇ રવજીભાઇ ટેભાણી

           રહે.કે.પરા ભાવનગર

(૨૧) જગદિશભાઇ ખેરાળા

         રહે.રંડોળા તા.પાલીતાણા

         જી.ભાવનગર

(૨૨) ભરતભાઇ વીરજીભાઇ ડોંડા

        રહે.રંડોળા તા.પાલીતાણા 

 (૨૩) અભિષેકભાઇ નારણભાઇનૈયા  

          રહે.ભાવનગર,

          તિલકનગર,વાલ્મીકીવાસ

(૨૪) શાંતિભાઇ ભાયાભાઇ ચુડાસમા રહે.વાઘેલા મંડપ વાળા ખાંચામાં સુભાષનગર ભાવનગર

(૨૫) નાનજીભાઇ સવજીભાઇ     

        ગધડીયા રહે.તોતણીયાળા

        તા.વલભીપુર જી.બોટાદ

(૨૬) પ્રાગજીભાઇ ખીમાભાઇ શીયાળ

         રહે.ચાંચ તા.રાજુલા

(૨૭) મહેશ બાંભણીયા રહે.ચાંચ

        તા.રાજુલા

 (૨૮) રાજુભાઇ બચુભાઇ બાંભણીયા

 (૨૯) અર્જુનભાઇ ભીખાભાઇ

          જીંજાળા રહે.નાની ખેરાળી

(૩૦) મનસુખભાઇ દેવશીભાઇ શીયાળ

         રહે.ચાંચ તા.રાજુલા

(૩૧) ભરતભાઇ દિપકભાઇ

        બાંભણીયા રહે.મહુવા

💫 *પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી*

                        આ કામના આરોપીઓ એકબીજાની મદદગારીથી ગુન્હાહિત કાવતરૂ રચી અમરેલી જિલ્લાના રાજુલા, ડુંગર,પીપાવાવ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા શિહોર અને મહુવા વિસ્તારમાં પોતાના મીડીએટર (મધ્યસ્થી) રાખી કોઇપણ વિસ્તારમાં કુદરતી મૃત્યુ થયેલ વ્યકિતના સગાનો સંપર્ક કરી, રૂબરૂ જઇ વ્યકિતના કુંટુબીજનોને મરણ જનારના નામે વીમા પોલીસી ખોલાવી આપી, પ્રિમીયમ ભર્યા વગર મૃતકના નામે દસ ટકા કમીશનના નામે મરણ જનારના આધારકાર્ડ લઇ જે આધારકાર્ડ તળાજા ખાતે આધારકાર્ડ ઓપરેટરનું કામ કરતા આરોપી પાસે મરણ જનારના આધારકાર્ડમાં કોઇ જીવીત વ્યકિત જે મરણ જનાર જેવો ચહેરો ધરાવતો વ્યકિતનો ફોટો મરણ જનારના આધારકાર્ડમાં સેટ કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જેનો ખરા તરીકે ઉપયોગ કરી,પોલીસી લેવામાં વપરાતા તમામ ડોકયુમેન્ટ ખોટા બનાવી, વીમા કંપનીઓ જોડેથી અલગ અલગ વીમા પોલીસ લઇ તથા વાહન પોલીસી લઇ એકવારનું પ્રીમીયમ ભરી ત્યારબાદ છ થી આઠ મહીનામાં જે તે મરણ જનારના ગામમાંથી મરણ સર્ટીફીકેટ છ થી આઠ મહીના મોડું તલાટી જોડે રજીસ્ટરમાં નોંધણી કરાવી જે મરણ સર્ટીફીકેટનો વીમા પોલીસીમાં વ્યકિત મરણ ગયાનું સર્ટીફીકેટ આપી, પાકતી મુદતે વીમા પોલીસીની તમામ રકમ પોતાની પાસે રાખી લઇ જુદી જુદી વીમા કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની તેમજ પાકતી મુદતે વીમાની રકમ મરણ જનારના કુંટુબીજનોને દસ ટકા તેમજ વીમાની રકમ પકવવામાં મદદ કરનાર વીમા એજન્ટને પંદરથી પચીસ ટકા સુધીની રકમ આપી બાકીની રકમ પોતે અંદરો અંદર વહેંચી લેતા હોવાની એમ.ઓ ધરાવે છે.

💫 *કામગીરી કરનાર અધિ. તથા કર્મચારીઓ*

                આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા જી.એમ.જાડેજા તેમજ સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.