પાવીજેતપુર નજીક રતનપુર પુલની સમારકામની સાથે કલર કામની ચાલતી કામગીરી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર નજીક આવેલ રતનપુર પુલની સમારકામની કામગીરી ચાલતી હોય ત્યારે આ પુલ ઉપર કલર કામની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર થી રતનપુર જતા વચ્ચે ઓરસંગ નદી ઉપર પુલ આવેલ હોય, જે પુલ ના પિલરો હચ મચી જતા છેલ્લા બે માસ જેટલા સમયથી પુલ ની નીચે સમારકામ ચાલી રહ્યું છે ત્યારે પુલની ઉપર પણ કલર કામની કામગીરી આરંભી દેવામાં આવી છે. ભારદારી વાહનો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આ પુલ ઉપર કલર કામની કામગીરીની શરૂઆત કરી દેવામાં અવી છે. મજૂરો દ્વારા આ પુલ ઉપર જુનો લાગેલો કલર ઉખેડવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ પુલની ઉપર થી કલર ને ઉખેડવામાં આવી રહ્યો છે. કલર ઉપર ફરી કલર બરાબર લાગે નહીં તેથી પુલ ઉપર લાગેલા જૂના કલરને બરાબર ઉખેડવાની કામગીરી ચાલી રહી છે. જેથી નવો કલર વ્યવસ્થિત લાગી શકે.
આમ,પાવીજેતપુર નજીક આવેલ રતનપુર પુલની સમારકામની કામગીરી સાથે સાથે પુલ ઉપર કલર કામની કામગીરી આરંભી દેવામાં આવતા આણંદ ની લાગણી જનતામાં જોવા મળી રહી છે.