મહેસાણા શહેર ખાતેથી ગેરકાયદેસરના ગાંજા તથા ચરસ સાથે બે ઇસમોને ઝડપી પાડતી મહેસાણા એસ.ઓ.જી

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી દ્વારા મહેસાણા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ એ.ટી.એસ.ચાર્ટર લગત અસરકારક કામગીરી કરવા આપવામાં આવેલ સુચના અનુસાર મહેસાણા એસ. ઓ. જી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.યુ.રોઝ તથા પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એન.પી.પરમાર તેમજ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના દ્વારા મહેસાણા શહેર વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજસિંહ તથા હિતેન્દ્રસિંહને ખાનગીરાહે બાતમી મળી હતી કે મહેસાણાના લાખવડી ભાગોળ ભોયરાવાસ રાવળવાસમાં રહેતા રાવળ મનુભાઈ હિરાભાઈ પોતાના મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી મળેલ બાતમીની આધારે ઉપરોકત જગ્યાએ એસ.ઓ.જી મહેસાણા સ્ટાફના માણસો તેમજ સરકારી પંચો સાથે તપાસ કરતા રાવળ મનુભાઇ હિરાભાઇ તથા રાવળ ગણેશભાઇ મનુભાઇ બંન્ને ઇસમો પાસેથી થેલાઓમાં ભરેલ ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલ જે ગાંજાનુ કુલ વજન ૧ કિલો ૪૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૪,૦૦૦ તથા ચરસ ૫૬ ગ્રામ જેની કિંમત રૂપિયા ૮૪૦૦ મળી કુલ રૂપિયા ૨૨,૪૦૦ તથા એક ડીજીટલ વજનકાંટો તથા બે મોબાઇલ સહિત કુલ રૂપિયા ૩૨,૯૦૦ ના મુદામાલ સાથે સદર બંન્ને ઈસમોને ઝડપી લઈને એફ.એસ.એલ અધિકારી મહેસાણાની હાજરીમાં જરૂરી કાર્યવાહી હતી અને આ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો વિસનગરનો ઇલીયાસભાઇ ઇકબાલભાઇ નામનો ઇસમ આપી ગયેલ હોઈ જેથી તમામ ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫ની કલમ ૮સી, ૨૦બી અને ૨૯ મુજબનો ગુન્હો વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી આ બન્ને ઇસમોને મહેસાણા શહેર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.