આવતી કાલે જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠશે.વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં તા. ૩૦/૩/૨૩ ગુરુવાર ના રોજ સાંજે ચાર કલાકે રામનવમી ના દિવસે રામજી મંદિર દિયોદર થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થશે. તો દિયોદર નગરજનો ને મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવી પૂર્ણ પરમાત્મા એવા શ્રી રામજી ની કૃપા ના અનુરાગી બનો.આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી સમગ્ર બજાર,,, હાઈવે વિસ્તાર,આરામ ગુર્હ,, પોલીસ સ્ટેશન સહિત વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળશે.. તો દિયોદર ની પ્રજા ને શોભાયાત્રા માં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની જશે...

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं