ડીસા માં ભરબપોરે વેપારીની નજર ચૂકવી ગઠિયો દાગીના ભરેલી ડબ્બી લઇ પલાયન..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બાઈક પર આવેલા શખ્સની પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી..

ડીસા શહેર ના સોની બજારમાં આવેલ સોના ચાંદી ના દાગીનાના વેપારીના ત્યાં ગ્રાહકના સ્વાગમાં આવેલ ગઠીયાએ વેપારીની નજર ચૂકવી દાગીના ભરેલી ડબ્બી લઇ ફરાર થઈ ગયો હતો..

જો કે વેપારી ને ખબર પડતા બુમાબુમ કરી હતી પરંતુ ત્યાં સુધી તો ગઠિયો બાઇક પર બેસી નાસી છૂટયો હતો.. 

આ અંગે વેપારીએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.. 

ડીસા શહેરના સોની બજારમાં આવેલ અંબાજી માતાજીના મંદિર પાસેની લાઈનમાં સોની ગૌરીબેન આયદાનજી નામની સોના-ચાંદીના ફેન્સી દાગીનાની દુકાન આવેલી છે..

જેમાં રવિવારે બપોરના સમયે વેપારી આયદાનજી સોની દુકાનમાં એકલા બેઠા હતા..

તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને દુકાનમાં દાગીના લેવા માટે આવ્યો હતો.. 

જેથી વેપારી આયદાનભાઈ સોની દાગીના બતાવી રહ્યા હતા..

ત્યારે શખ્સ વેપારીની નજર ચૂકવી રૂપિયા એક લાખ ઉપરાંતની કિંમતના સોનાના દાગીનાની એક ડબ્બી લઈ નાસી ગયો હતો..

અચાનક લૂંટ કરી ભાગતા શખ્સને જોઈ વેપારીએ બૂમા બૂમ કરતા આજુ બાજુ ના વેપારીઓ દોડી આવી શખ્સનો પીછો કર્યો હતો પરંતુ અજાણ્યો શખ્સ બાઇક પાછળ બેસી ફરાર થઇ ગયો હતો..

પરંતુ દાગીના લઈ ફરાર થઈ જનાર શખ્સ સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો, આ અંગે વેપારીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરા ની મદદથી તપાસ હાથ ધરી છે..