અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા એચ.બી.વોરા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ,નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ,

 અમરેલી જીલ્લામા સગીર વયની કિશોરીઓને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ જવાના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને ભોગ બનનાર કીશોરી સાથે શોધી કાઢવા સારૂં સુચના આપવામાં આવેલ,

જેથી પરીણામલક્ષી કામગીરી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે સાવરડુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જેકે.મોરી,તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની જરૂરી સુચના અન્વયે તેઓના માર્ગદર્શન હૅઠળ સાવરડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે આરોપીને તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.

ગુનાની વિગત-

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૫૩,૩૯૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો ગુનો તા.૧૩/૦૩/૨૦૨૩ ના રજી.કરવામા આવેલ

 આ કામની ફરીયાદ હકીકત એવી છે કે

આ કામના આરોપીએ પોતે લગ્ન કરેલ છતા ફરીયાદીની સગીર વયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ. બાબત છે.

પકડાયેલ આરોપી ની વિગત

રાજ ઉર્ફે નકડીયો ઉર્ફે મુખી ગોરધનભાઈ વાઘેલા ઉં.વ. ૨૪, ધંધો. મજુરી, રહે.લીખાળા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

આ કામગીરી ઇચા.પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના અના એ.એસ.આઇ મનસુખભાઇ કાનજીભાઇ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.