વિવિધ ક્ષેત્રો માં તેમનું જ્ઞાન અને વિદ્યાકીય યોગદાન તેમને ખરા સંસ્કૃત વિદુષી અને શ્રેષ્ઠ બ્રહ્મ કન્યા જેવા એવૉર્ડ દિપાવ્યા છે તેવા કુંજલ બેન ત્રિવેદી એ હાલમાં જ મહેસાણા જિલ્લા નો પ્રવાસ કર્યો હતો... જોઈએ વધુ અહેવાલ......

      ભારત તિબ્બત સહયોગ મંચ ના ગુજરાત પ્રાંત, મહિલા મહામંત્રી, ડો. કુંજલબેન ત્રિવેદી દ્વારા મહેસાણા જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ પ્રજાપતિ અને મહેસાણા જિલ્લા મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યા દ્વારા એક સુંદર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો. કુંજલબેન ત્રિવેદી દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા ની વર્તમાન પરિસ્થિતિ નો ચિતાર આપવામાં આવ્યો હતો.તેમજ મહેસાણા જિલ્લા માં ભારત તિબ્બત સહયોગ મંચ ના સંગઠન માં વધુ માં વધુ લોકો માં પરિચય થાય અને આ સંગઠન માં લોકો જોડાય અને રાષ્ટ્રીય હિતના કાર્યોથાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી હતી.

          ભારત તિબ્બત સહયોગ મંચ ને 25 વર્ષ પૂર્ણ થવા જય રહ્યા છે ત્યારે આ વર્ષે સંગઠન દ્વારા રજત જયંતિ મહોત્સવ નું ભવ્ય આયોજન હિમાચલ પ્રદેશ ના યજમાન પદે થશે તે ભવ્ય આયોજન વિષે પણ બહેન એ ખૂબ સુંદર માહિતી લોકો ને આપી હતી. કુંજલ બહેન એ વધુમાં જણાવ્યું હતું કે આદરણીય આપણા વડા પ્રધાનમંત્રી નરેદ્ર મોદીજી ના લોકલ ફોર વોકલ મિશસ ને અપનાવીને સહુ એ આ દિશા માં કામ કરવું જરૂરી છે. સાથે સાથે ખાદી ફોર ફૅશન ના મંત્ર ને અપવાનીને ભારતીય ખાદી ઉદ્યોગ નું મહત્વ વધારવું જોઈએ અને અને અન્ય આપણા સમાજ ના લોકોમાં જનજાગૃતિ પણ વિકસાવી જોઇએ તેવું જણાવ્યું હતું. 

      કુંજલ બહેન એ તલા કાર્યક્રમ ના અંતમાં ચીની વસ્તુઓના બહિષ્કાર અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ મિટિંગમાં ખુબ મોટી સંખ્યામાં બહેનો અને ભારતનું ભવિષ્ય એવા યુવાઓને આત્મનિર્ભર થવા અંગે ડૉ.કુંજલબેન દ્વારા સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કુંજલ બહેન એ આવા અનેક સંગઠનો માં રાષ્ટ્રીયહિત માટે સેવાકીય યોગદાન આપી રહ્યા છે .હાલમાં જ કુંજલ બેન ભાજપ ના પાટણ જિલ્લા ના મહિલા મોરચા ના મંત્રી પણ છે. અને આ વિધાનસભા ની ગુજરાત ની ચૂંટણી દરમિયાન પણ બહેન એ ચાણસ્મા વિધાનસભા માં શંખેશ્વર તાલુકાના તમામ ગાંમડાઓ નો પ્રવાસ કરીને મહિલા મતદાન જાગૃતિ જેવા અભિયાન ચાલવામાં આવેલા છે અને બેટી બચાઓ બેટી પઢાઓ જેવા અભિયાન ના સહકાર ભારતી પાટણ જિલ્લા ના અધ્યક્ષા પણ છે. અન્નત શક્તિ નો અવતાર કહી શકાય તેવા બહેન ડો કુંજલ ત્રિવેદીજી આવા રાષ્ટ્રહિત નિર્માણ માં તેમનું બહુમૂલ્ય સમય આપીને ને જે યોગદાન આપી રહ્યા છે તે ખૂબજ સરાહનીય અને વંદનીય ઉત્તમ કાર્ય છે. સાચા અર્થમાં જ્ઞાન થી વિવિધ ક્ષેત્રો માં તેમનું જ્ઞાન અને વિદ્યાકીય યોગદાન તેમને ખરા સંસ્કૃત વિદુષી અને શ્રેષ્ઠ બ્રહ્મ કન્યા જેવા એવૉર્ડ દિપાવ્યા છે કાર્ય નિષ્ઠા કાર્ય દક્ષતા વિવેકશીલ વિનમ્રતા. નિ: સ્વાર્થ સેવભાવ તેમના વિવિધ કાર્ય શીલતા તેમના સમૃદ્ધ વ્યક્તિત્વનો પરિચય આપે છે . આ કાર્યક્રમમાં ભારત તિબ્બત સહયોગ મંચ ના સંગઠનાત્મત ને રચનાત્મક તેમજ અલગ અલગ વિભાગીય કામગીરી અને કાર્યો થી તમામ ને અવગત કરાવવામાં આવ્યા હતા.

             ગુજરાત પ્રાંત ના પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લા નો આ પ્રવાસ ખૂબ જ ઉમદા અને ઉત્સાહ સાથે જ્ઞાન વર્ધક અને સફળ બની રહ્યો છે.અને અંતમાં મહેસાણા જિલ્લા ના સંગઠન ના મહિલા અઘ્યક્ષ અને જિલ્લા અઘ્યક્ષઓ એ આભાર વ્યક્ત કરી કાર્યકમ નું સમાપન કર્યું હતું.