સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર દ્વારા આજ રોજ ખમીરવંતા ગુજરાત અને ભારત માતા ના પનોતા પુત્ર તેમજ દેશના યશશ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે શુભેરછા મુલાકાત લીધેલ હતી...

પુ.બા.શ્રી, દ્વારા મા.વડાપ્રધાન ના બાહોશ કાર્યો જેવાકે કાશ્મીર મા કલમ 370 નાબૂદ કરવી તેમજ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ પર રામમંદિર નવનિર્માણ કાર્ય શરૂ કરવું તેમજ કાશી ખાતે શ્રી વિશ્વનાથ મહાદેવના મંદિર થી ગંગાજી સુધી દબાણ દૂર કરી ખુબ મોટા ક્ષેત્રફળ સાથે મંદિર નો નવો આકાર આપવો તેમજ સનાતન હિન્દૂ સંસ્કૃતિ ને ઉજાગર કરવી અને વસુદેવ કુટુંબ ની ભાવના લોકોમા જાગૃત કરવા જેવા અનેક કાર્યો ના નિર્ણય બદલ વડાપ્રધાનને ખુબ ખુબ અભિનંદન  પાઠવવામા આવયા હતા...

તેમજ પૂજ્ય શ્રી વિસામણબાપુના ફોટા વાળી ટપાલ ટીકીટ ભારત સરકાર દ્વારા મંજુર કરવા બદલ પુ.શ્રી નિર્મળાબા તેમજ પુ.શ્રી ભયલુબાપુ તેમજ પુ.શ્રી ઠાકર પરીવાર દ્વારા  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજી નો આભાર પ્રગટ કરેલ હતો...

.નરેન્દ્રભાઈ મોદી  પણ પાળીયાદ જગ્યાની પરંપરા કે જ્યાં વર્ષોથી લોક-સેવા તેમજ ગૌ-સેવા તેમજ ભજન અને ભોજન ની સદાવ્રત પ્રવુતિ થી માહિતગાર હોય જેથી તેઓયે પણ પાળીયાદ ના ઠાકર અને સમગ્ર ઠાકર પરીવાર ને મળી ખુબ રાજીપો વ્યક્ત કરી નતમસ્તક થયાં હતા...

સનાતની સંસ્કૃતિ ના સાધુ સંતો ના આદર સત્કાર પરંપરા મુજબ પાળીયાદ ના ઠાકર ને આવકાર સત્કાર અને સન્માન મા.નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી વાર્તાલાભ તેમજ હળવાશ ની પળો માણી હતી.

અહેવાલ કનુભાઈ ખાચર

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.