સમીની પી આર.પરમાર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ સિવિલ કોર્ટની મુલાકાત લીધી.,સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો નવતર અભિગમ,,સમીની પી.આર પરમાર હાઇસ્કૂલ (જય ભારત)ના વિદ્યાર્થીઓએ તાલુકા કોર્ટ (સિવિલ કોર્ટ)ની મુલાકાત લઈને પોતાની સમજ વિસ્તૃત કરી હતી.સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢા એ પોતાના શૈક્ષણિક કાર્યને નવા અભિગમથી શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.ધોરણ : 9 માં ભારતનું ન્યાયતંત્ર પ્રકરણની વિસ્તૃત સમજ માટે તાલુકા કોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને તમામ પ્રશ્નોની સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીના મનના મૂંઝવતા પ્રશ્નોની સમજ કોર્ટના વકીલશ્રી વિક્રમભાઈ ઠાકોર, મયુદીનભાઈ કાઝી,સદાશિવભાઈ જાની આપી તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા.વિદ્યાર્થીઓએ જજ સાહેબની ચેમ્બર,લાઈબેરી,આરોપી અને ફરિયાદી ચર્ચા,કોર્ટ ઓફ રેકોર્ડ વગેરેની સચોટ માહિતી રૂબરૂ મુલાકાત લઈને પોતાની સમજ વિસ્તૃત કરી હતી.આચાર્યશ્રી સંજયભાઈ પટેલ સાહેબે નવતર અભિગમની પ્રશંસા કરીને સિવિલ કોર્ટની આભાર માન્યો હતો.