ઇડરના બરવાવ રોડ પર આવેલ સાકરીયા સોસાયટીમાં રહેતા એક પરિવારની દિકરીને તેણીના અમદાવાદ સ્થિત સાસરીયાઓ ધ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઝઘડો કરી ચારિત્ર્ય પર શંકા રાખી શારિરીક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરતા આ યુવતીએ બે સાસરીયા વિરૂધ્ધ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાકરીયા સોસાયટીમાં રહેતા ચંદ્રાવતીબેન ચુનીલાલ બારોટના લગ્ન થોડાક વર્ષો અગાઉ મૂળ લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના કમલેશભાઈ ડાહ્યાભાઈ બારોટ સાથે કરાયા હતા. અને તેઓ અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં આવેલ દિવ્યજીવન સીટીના મકાન નં. ૫૦૭ રહે છે લગ્નના ત્રણ વર્ષ બાદ પતી કમલેશભાઈ બારોટ અને સાસુ ડાલીબેન બારોટ ધ્વારા અવારનવાર ચંદ્રાવતીબેનના ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી તેણીના પતિને સાસુ ધ્વારા ચઢામણી કરવામાં આવતી હતી.

જેને લીધે કમલેશભાઈ બારોટ ચંદ્રાવતીબેનને શારિરીક અને માનસિક ત્રાસ આપી એવુ કહેતા હતા કે તું મારી માતા સાથે કેમ વાતચીત કરતી નથી તેમ કહી ગાળો બોલી ગડદાપાટુનો માર મારવામાં આવતો હતો અને ચંદ્રાવતીબેનને પિયરમાંથી દહેજ લઈ આવવા માટે અવારનવાર દબાણ કરવામાં આવતું હતુ. જેથી કંટાળીને ચંદ્રાવતીબેન બારોટે પતિ અને સાસુ વિરૂધ્ધ રવિવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.