કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું છ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 14 થયો
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 6 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ થયા છે. જેમાં ડીસામાં સાત, વડગામમાં ચાર, પાલનપુરમાં એક અને દાંતીવાડામાં બે કેસ એક્ટિવ છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 467 અને એન્ટિજન 1094 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ડીસામાંથી 4 કેસ, દાંતીવાડામાં 1 અને પાલનપુરમાં 1 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. એક જ અઠવાડિયામાં ડીસામાં કોરોનાના સાત અને વડગામમાં ચાર, પાલનપુર એક અને દાંતીવાડામાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે.