દિયોદર તાલુકાના ભેસાણા ગામે ચૌધરી ફક પરિવારના કુળદેવી મોમાઈ માતાજી અને ઠાકર મહારાજ નો તિથિ મહોત્સવ સમગ્ર ભેસાણા ફક પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.દર વર્ષની જેમ ચૈત્ર સુદ પાંચમ ના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોવાથી તે દિવસે સમગ્ર પરિવાર દ્વારા ભજન સત્સંગ અને યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ભજન સત્સંગ અને યજ્ઞ નું સુંદર આયોજન સમગ્ર ફક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.અને સમગ્ર પરિવાર દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભેંસાણા ગામ સમગ્ર ચૌધરી પરિવાર તથા આજુબાજુના ગામડાઓમાંથી બહેન દીકરીઓ અને સગા સંબંધીઓ ને તેડાવવામાં આવ્યા હતા. સૌ સ્નેહીજનોએ આ પ્રસંગે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....