સટ્ટાની સામગ્રી સાથે બે ઝડપાયા: અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન બસમાંથી લેપટોપ અને ટેબ્લેટ સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી બસને રોકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરની પાછળની સીટમાં બેસેલા બે મુસાફર ગભરાઈ જતા પોલીસને શંકા પડી હતી અને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને તેમની પાસેથી ચાર લેપટોપ, ટેબલેટ એક, મોબાઈલ નંગ ચાર, એક ચોપડો, અગિયાર નોટબુક, ચાર થેલાઓ વગેરે હોઈ તેઓને બસમાંથી નીચે ઉતરી પૂછપરછ કરતા તેઓ સટ્ટો રમાડી રહેલા જાણવા મળેલ હતું. બંને ઈસમોને પોલીસ સ્ટેશન લઈ જઈ મોબાઈલ અને ટેબલેટ ચેક કરતા તેમાં આઈ પી એડ્રેસ તથા અન્ય ક્રિકેટ મેચોમાં સટ્ટા ભાવ સહિત વોટ્સઅપ મળી આવતા તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા પકડાયેલ લેપટોપ ટેબલેટ અને હાઈ બ્રાન્ડના મોબાઈલ કબજે લઈ વધુ પૂછપરછ કરતાં તેઓ સુરતમાં રહેતા કમલેશ સોની નામના ઇસમ સાથે ક્રિકેટ સટ્ટા માં સંકાયાયેલા હોવાનુ જણાવ્યુ હતું.
અમીરગઢ પોલીસે ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.