સોજીત્રા તાલુકાના મેઘલપુર મુકામે શ્રી મહાકાળી માતાના મંદિરે નવચંડી યજ્ઞ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય તથા માતર વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમી આરતી ઉતારી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેમની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ, સોજીત્રા શહેર મહામંત્રીશ્રી રાકેશભાઈ, સોજીત્રા તાલુકા મહામંત્રી, જિલ્લા પંચાયત સભ્ય, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.