વિરપુર તાલુકા આર એસ એસ દ્વારા ચૈત્ર સુદ એકમ એટલે વર્ષ પ્રતિપદા હિન્દુ નવા વર્ષ પ્રારંભ અને ડૉક્ટર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે વિરપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં સ્વયંમ સેવકો આર એસ એસ ના યુનિફોર્મ પહેરવેશ સાથે શિસ્તબદ્ધ રીતે વિરપુર નગર મા રેલી સ્વરૂપે ફર્યા બાદ આદર્શ સ્કૂલ ખાતે પૂજનીય ડૉકટર સાહેબ નું જીવન પ્રત્યેક સ્વયંમ સેવક માટે રાષ્ટ્ભકતિના અખંડ ઝરણાં સમાન પ્રેરક બની રહ્યું છે તેમના જીવન પ્રસંગો ધ્યેય પંથે આગળ ધપતા રહેવાની ઊર્જા પૂરી પાડે છે અને આવી અનેક વાતો નું માર્ગ દર્શન આપવા આવેલ હતું જેમાં સ્વયંમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં આપેલ વિસ્તૃત સમજ ને શાંતિ થી ગ્રહણ કરી હતી આમ વિરપુર તાલુકા કક્ષાએ વર્ષ પ્રતિપદા ઉત્સવ તથા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું.