બનાસકાંઠા.... કાંકરેજ તાલુકાના ખીમાણા અભિનવ ભારતી વિદ્યાલય ખાતે નવમો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો.... પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ જિલ્લો બનાસકાંઠા દ્વારા આયોજીત 2023 નો નવમો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ શ્રી ગાંડાજી.બી. વાઘેલા(આકોલી) અને મહામંત્રી શ્રી વિનુભા. એમ. સોલંકી (કંબોઈ) ની ટીમ દ્વારા કાંકરેજ વિભાગના રાજપૂત કર્મચારી મહામંડળ બનાસકાંઠા ના ઉપક્રમે વર્ષ 2022 માં ઉતીર્ણ થયેલ તેજસ્વી તારલાઓ તેમજ 2/2/2020 પછીના નવ નિયુક્ત તથા વય નિવૃત્તિ સરકારી કચેરીઓ નો નવમો સન્માન સમારોહ તારીખ 26/3/2023 ના રોજ શ્રી એમ. ડી. અભિનવ ભારતી વિદ્યાલય ખીમાણા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા મુકામે યોજાયેલ જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ રાજપૂત સમાજ ના વડીલો રાજકીય આગેવાનો અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો જેમાં સમારંભ ના અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકાના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી અને હાલમાં વર્તમાન જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા .બનાસકાંઠા જીલ્લા ભાજપ ના પુર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા અને જેમાં આશિર્વચન પાઠવ્યા હતા મહંત શ્રી શ્યામનારાયણગીરી બાપુ (ખારેશ્વર મહાદેવ મંદિર ખીમાણા) એ સમાજની પ્રગતિ માટે દુર્ગુણ. આળસ. વ્યસન. દ્વેષભાવ દૂર કરી ને ક્ષાત્ર ધર્મ ના પ્રકાશને ઉજાગર કરવા માટે આહ્વાન કર્યું હતું અને સન્માનીય દાતાઓ અને રોકડ રકમ આપનાર સહભાગી બન્યા હતા એવા દાતાઓ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલા એ શિક્ષણ નો વ્યાપ વધારવા માટે કાળજી રાખીને વિદ્યાર્થી વાલીઓ ને કહ્યું હતું સમાજની એક્તા અને પ્રગતિ માટે શિક્ષણ ખુબજ જરૂરી છે. ત્યારે 43 તેજસ્વી તારલાઓ ને પ્રમાણપત્ર. શિલ્ડ અને બેગ આપી સન્માનિત કરાયા હતા જેમાં 47 નવ નિયુક્ત કર્મચારીઓ.16 વય નિવૃત્તિ લીધેલ કર્મચારીઓ અને 9 જેટલા લોકો ને વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર ને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાભર તાલુકાના કપરુંપુર ગામની ધોરણ 3 માં અભ્યાસ કરતી બે દીકરીઓ રાઠોડ કોમલબા સોમસિંહ અને રાઠોડ શ્રધ્ધાબા કિરણસિંહ એ સમગ્ર ગુજરાત માં સાંકેતિક ભાષા (પ્રત્યાય)માં પ્રથમ નંબર લાવી ને સમગ્ર ગુજરાત માં રાજપૂત સમાજનું ગૌરવ વધારેલ છે ત્યારે બંને દીકરીઓ નું સન્માન કરાયું હતું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોકડ રકમ આપી ને બિરદાવ્યા હતા જેમાં કાર્યક્રમનું સંચાલન બાબુભા ઝાલા એ કર્યું હતું અને સુંદર રીતે આયોજન કરાયું હતું સૌ એ ખીમાણા ગામનો આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ