ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર આજે એક્ટિવા ચાલકને બચાવવા જતા કારનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા હતા.
ડીસાથી એક કાર આજે સવારે પાલનપુર તરફ જઈ રહી હતી અને ભોયણ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રસ્તા વચ્ચે એક્ટિવા આવી જતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાર ચાલકના પ્રયાસથી એક્ટિવા ચાલક તો બચી ગયો હતો. પરંતુ કાર ડિવાઇડર સાથે ટકરાઈને પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આજૂબાજૂના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલકને હેમખેમ બહાર નીકળ્યો હતો. સબનસીબે જાનહાનિ ટળી હતી.પરંતુ કાર માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.