સોજિત્રામાં ભાજપના જ સભ્યોએ ઉગ્ર વિરોધ કરતા બજેટ નામંજૂર થયું છે  જેમાં વિરોધ પક્ષના ૮ સભ્યો સાથે ભાજપના ૪ સભ્યો વિરોધમાં જોડાતા બહુમતી થઇ હતી જેમાં કોમ્યુનિટી હોલનું નિર્માણ, લારી ગલ્લાવાળાને હંગામી જગ્યા ફાળવવા મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ હોબાળો મચાવ્યો

શુક્રવારે સોજીત્રા નગર પાલિકાનું બજેટ પણ ના મંજુર થતાં બજેટ બેઠક શરૂઆત થી તોફાની બની હતી.ત્યારે સોજીત્રા નગર પાલિકા બજેટ બેઠકમાં એજન્ડા મુજબ 17 કામો રજૂ કરાયાં હતાં.જો કે આ સમયે સત્તાધારી પક્ષના ચાર સભ્યો સહિત વિરોધ પક્ષના તમામ સભ્યોએ કામનો વિરોધ કર્યો હતો. જેને પગલે સંખ્યાબળ વધી જતાં બજેટ ના મંજુર થયુ હતું.

સોજીત્રા પાલિકાની બજેટ બેઠક શુક્રવારે સવારે 11 કલાકે ચીફ ઓફીસર કિરણભાઇ શુકલ ,સોજત્રા નગર પાલિકા પ્રમુખ રજનીકાંત પટેલ સહિત ઉપ.પ્રમુખ કલ્પનાબેન મકવાણાની ઉપસ્થીતીમાં મળી હતી. જેમાં આગામી નાણાકીય વર્ષ 2023-24 નો અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું હતો.જયારે એજન્ડા મુજબ 17 કામો રજૂ કરાયાં હતાં. જેમાં સત્તા પક્ષના 4 સભ્યોએ પાંચ કામો નો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના સભ્યોએ તમામ કામો નો વિરોધ કરતાં 21 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ સાથે સત્તા પક્ષના સભ્યો મળી ને બજેટને નામંજૂર કર્યુ હતું.

બજેટ બેઠક શરૂઆત થી તોફાની બની હતી.કામ નંબર 1 માં વિરોધ પક્ષ એ વિરોધ દર્શાવ્યો હતો . કામ નં 2 માં સત્તા પક્ષના સભ્યો એ વિરોધ દર્શાવ્યો હતો. જેમા નગર સેવકોએ જણાવ્યું હતું કે કૈલાશ ટોકીઝ તથા નવા બસ સ્ટેન્ડ સામે કોમ્પલેક્ષ બાબતે વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે કામ નં.4 માં પાલિકા માં તમામ ખરીદી કરવા વાર્ષિક ભાવો ની મંજૂરી માટે કામ મૂકતા સત્તાધારી પક્ષના સભ્યોએ તમામ કામગીરી ટેન્ડર પ્રક્રિયાથી કરવા એ કામનો વિરોધ કર્યો હતો. કામ નં.5 અત્યાર સુધી માં કરેલ ખર્ચનાં વાવચર મંજૂર કરવા ના કામ માં લાઈટ બીલ અને કર્મચારીઓના પગાર સિવાય તમામ નામંજૂર કરવામાં આવ્યું હતું.કામ નં.13 માં લારી ગલ્લા વાળા ને હંગામી જગ્યા ફાળવવા બાબત ના કામ નો વિરોધ કર્યો હતો. એને જણાવ્યું હતું કે જીલ્લા કલેકટર ની પૂર્વ મંજૂરી સિવાય ફાળવવા માં આવે તે કામનો વિરોધ દર્શાવ્યો હતો.

પાલિકા સત્તા પક્ષના 4 સભ્યોએ એજન્ડા મુજબના પાંચ કામોમાં વિરોધ કર્યો હતો જ્યારે વિરોધ પક્ષના 8 સભ્યોએ તમામ કામો નો વિરોધ કર્યો હતો. આમ સત્તા પક્ષના ચાર અને વિરોધ પક્ષના આઠ મળી 12 સભ્યોએ બજેટ બેઠક નો વિરોધ કરતા 21સભ્યો માંથી કુલ 12 સભ્યો સામે સત્તા પક્ષના 9 સભ્યો થતા બજેટ આખરે નામંજૂર કરવામાં આવ્યો હતો.

વિરોધમાં સ્ટેન્ડીંગના ચેરમેન પણ જોડાયા સોજીત્રા પાલિકાના સત્તાધારી પક્ષના ચાર સભ્યોમાં વોર્ડ નં.3ના ઉન્નતિબેન ધર્મેન્દ્રભાઈ રાણા (ભાજપ) વોર્ડ નં. ૪ના જીગ્નેશભાઇ અશ્વિનભાઈ કા પટેલ. (ભાજપ) વોર્ડ નં. 2 ના રાહુલભાઇ અશોકભાઈ તળપદા (ભાજપ). વોર્ડ નં 1 ના કલ્પનાબેન ઉમેશભાઈ મકવાણા ઉપપ્રમુખ (ભાજપ) વિરોધમાં જોડાયા હતા. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જીમિતભાઈ ભરતભાઈ ભટ્ટે બજેટ સિવાય સત્તાધારી પક્ષના સભ્યોએ જે કામ નો વિરોધ દર્શાવ્યો છે તેમાં સમર્થન આપ્યુ હતું