તારાપુર તાલુકાની 6 પ્રાથમિક શાળાઓમાં ઈન્દ્રણજ ડ્યુરાવીટ કંપની દ્વારા બાળકો માટે સ્વચ્છ ટોઇલેટ તથા પીવાના શુદ્ધ ઠંડા પાણીની પરબ બનાવી લોકાર્પણ કર્યું

તારાપુર તાલુકાના ઇન્દ્રણજ મુકામે આવેલ જર્મન કંપની, ડ્યુરાવીટ ઇન્ડિયા પ્રા. લી. દર વર્ષે તેઓના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી અંતર્ગત તાલુકાની શાળાઓને પ્રાધન્ય આપે છે. તેઓએ વિદ્યાર્થીઓની પાયાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તારાપુર કશનબા પ્રાથમિક કન્યાશાળા તેમજ મોરજ, આદરૂજ, બુધેજ, ચાંગડા અને કાનાવાડા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે સ્વચ્છ ટોઇલેટ તથા પીવાનું શુદ્ધ ઠડું પાણી પૂરું પાડવાનું અભિયાન હાથે ધરેલજે આજરોજ છ શાળાઓને આવી સગવડથી સુસજ્જ કરી વિદ્યાર્થીઓને સુપરત કરેલ છે.

આ પ્રસંગે કંપનીના મેનેજીંગ ડાયરેકટરશ્રી આસુતોષ શાહ, જનરલ મેનેજરશ્રી સંદિપ સોની, તારાપુર તાલુકાના સરકારી અધિકારીશ્રીઓ, તારાપુર તાલુકાની સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

"તંદુરસ્ત વિદ્યાર્થી અભ્યાસ પર ધ્યાન આપી સફળતા ના નવા શિખર સર કરી શકે છે." કંપની ના મેનેજીંગ ડાયરેકટર શ્રી આસુતોષ શાહ પોતાના ઉદબોધન માં જણાવેલ. વધુ માં જણાવતા કહ્યું કે જો બીજા દાતા પણ આવા અભિયાન માં જોડાય તો સો થી વધુ શાળાઓ ને આવી રીતે તૈયાર કરવાનો લક્ષાંક છે.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૯૯૨૪૦૯૫૨૮૭ / ૬૩૫૨૨૪૯૯૪૨