ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હર ઘર ઘ્યાન ઘર ઘર યોગ શિબિર*

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અંતર્ગત *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ* દ્વારા *હર ઘર ધ્યાન ઘર ઘર યોગ* શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગરના તમામ લોકો આ શિબિરમાં જોડાઈ તે માટે ખાસ સર્વને આમંત્રણ આપવામાં આવે છે.

 તારીખ 26 માર્ચ 2023 રવિવારની સવારે છ થી આઠ વાગ્યા સુધી ભાવનગરમાં બે સ્થળે શિબિર યોજાશે.

 1. ઘોઘા સર્કલ અખાડો તેના મેદાનમાં તેમજ

 2.મોડેલ સ્કૂલ સીદસર, એમ બે જગ્યાએ કરવામાં આવેલ છે.

 તો ભાવનગરના નગરવાસીઓને આ શિબિર નો લાભ લેવા માટે ખાસ આમંત્રણ છે.

આ શિબિરમાં ભાગ લેનાર તમામ યોગ સાધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

 આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ડો.રિદ્ધિબેન માંડળીયા અને જીગ્નેશ પટેલ કરશે.

 યોગ કોચ દ્વારા વ્યાયામ,આસન, પ્રાણાયામ કરાવાશે જ્યારે આર્ટ ઓફ લિવિંગના મેડિટેશન કોચ દ્વારા ધ્યાન કરાવવામાં આવશે.

 યોગ બોર્ડની ટિમ પુરી ઉર્જાથી પ્રચાર પ્રસારના કાર્યમાં લાગી ગયેલ છે.

શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા દરેક વ્યક્તિ આપેલ લિન્કમાં રજીસ્ટ્રેશન કરાવે તે જરૂરી છે.

https://forms.gle/aR7GEWdTheLQ5jFN6

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.