દિયોદર તાલુકાના વાતમ જૂના ગામે જુગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ચાર જણાં નાસી છુટ્યા હતા. સ્થળ ઉપરથી રૂપિયા 3850નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુચાવાડાથી વાતમ જૂના ગામ તરફના માર્ગની બાજુમાં ચરેડામાં જુગાર રમતાં વાતમ નવાનો સવાજી પ્રેમાજી ઠાકોર, વાતમ જુનાનો હકાજી બાબુજી ઠાકોર અને હેદુજી તરસંગજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે દિનેશજી મેલુજી રાવળ, જયંતીજી દેહળાજી ઠાકોર, સ્વરૂપજી બાબુજી ઠાકોર અને ફોરણાનો દિલીપસીંગ બળવંતસીંગ વાઘેલા નાસી છુટ્યા હતા.