મહુવા તાલુકાના વલવાડા ખાતે આજરોજ 24 માર્ચ વિશ્વ ટી.બી. દિવસના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના ટી.બી.નાબુદી કાર્યક્રમ 2025 અંતર્ગત પ્રાથમિક આરોગ્ય વલવાડા ખાતે ટી.બી.રોગ જાગૃતિ રૂપે સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ એ.પટેલના અધ્યક્ષ સ્થાને રેલી તેમજ ટીબી દર્દીને નિક્ષય મિત્ર યોજના અંતર્ગત મફત અનાજ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલવાડા તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતિ રેખાબેન ડી.પટેલ વલવાડા ગામના સરપંચ વીણાબેન એ.પટેલ, આરોગ્ય સ્ટાફ, આશાબહેનો હાજર રહ્યા હતા ઉપરાંત હિમાંશુ બી.પટેલ મેડિકલ ઓફિસર વલવાડા દ્વારા ટીબી રોગ અને તેની ગંભીરતા વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી
મહુવા તાલુકાના વલવાડા ખાતે વિશ્વ ટી.બી. દિવસ અંગે કાર્યક્રમ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો
