ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારની બદી દુર કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા
ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમ તા.૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,
તે દરમિયાન બાતમી હકીકત આધારે સાવરકુંડલા, મહુવા રોડ ઉપરથી એક ઇસમને જાહેરમાં મોબાઇલ ફોનમાં વોટસએપ એપ્લીકેશનની મદદથી વરલી મટકાના આંકડાઓ લઇ વરલી મટકાનો જુગાર રમાડતા
રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી,
પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીઓ ની વિગત:-
સંદીપભાઇ કાંતીભાઇ કોટેચા, ઉ.વ.૫૧, રહે.સાવરકુંડલા, કન્યા છાત્રાલય પાછળ, ગાંધી સોસાયટી, તા.સાવરકુંડલા જિ.અમરેલી,
→ પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) ખુમાણભાઇ રહે.જેસર રોડ,સાવરકુંડલા,
(૨) પંકજભાઇ રહે.અમરેલી.
(૩) ગીરીશભાઇ ભટ્ટ રહે.સુરત.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ. ૧૬,૦૬૦, તથા મોબાઇલ ફોન નંગ - ૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા વરલી મટકાના આંકડાઓ લખેલ સ્ક્રીનશોટ પેજ - ૩ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૬,૦૬૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.
એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા, બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ. લિલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.