નવા ગામથી ખારેડા સુધીના ડામર રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટર દ્વારા અધુરી છોડી દેવાતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં..... 

છેલ્લા કેટલાક સમયથી ડીસા માર્ગ અને મકાન વિભાગ કચેરીની બેદરકારીના ગ્રામિણ વિસ્તારોમાં રોડની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા અધુરી છોડી દેવાતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા તાલુકાના નવા ગામથી ખારેડા સુધીના નવિન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત એક વર્ષ પહેલાં કાંકરેજ વિધાનસભાના હાલના પુર્વ ધારાસભ્ય કિતીસીહ વાધેલાના હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ કોન્ટ્રાકટર દ્વારા મેટર પાથરી ને રફુચક્કર થઈ જતાં રોજબરોજ અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો જેને લઈને નવા ગામનાં સરપંચ સહિત આગેવાનો અને રાહદારીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ભારે આકોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક અસરથી અધુરી છોડી દેવામાં આવેલ રોડની કામગીરી શરું કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.....