દાહોદ જિલ્લામાં કોવિડ અને સીઝનલ ફલુ સામે જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ : કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીના અધ્યક્ષસ્થાને કોવિડ અને સીઝનલ ફ્લુ વિષયે મીટીંગ યોજવામાં આવેલ હતી. મીટીંગમાં રાજ્ય કક્ષાએથી યોજાયેલ વીડીયો કોન્ફરન્સમાં ચર્ચાયેલ બાબતો અને કોવિડ, સીઝનલ ફ્લુ જેવી બિમારીઓ સામે જિલ્લા તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) મીટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.એચ.ઓ.શ્રી, જિલ્લા ટી.બી. અધિકારીશ્રી, ઈ.એમ.ઓ. શ્રી, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને જિલ્લા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા. દેશ અને રાજ્યમાં કોવિડ અને સીઝનલ ફ્લુની પરિસ્થિતિ ધ્યાને લઈ આગામી સમય દરમ્યાન જિલ્લાની પૂર્વતૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ માટેની નિયત કરેલ બેઝ હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે તેમજ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બેડ, આઈ.સી.યુ. તેમજ ઓક્સિજન બેડ પુરતી માત્રામાં છે. ઉપરાંત તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન ઉપલબ્ધતા, જરૂરી દવાઓ અને લોજીસ્ટીક, માનવબળ, જે તે સંસ્થાઓ ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ વિગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તમામ હોસ્પિટલો ખાતે ફાયર સેફ્ટી ઓડિટ અને કોવિડ માટે મોકડ્રીલ યોજવા સુચન કરવામાં આવ્યુ હતું. કોવિડ નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ પર ભાર મુકવા જણાવાયુ અને વધુમાં વધુ ટેસ્ટીંગ હાથ ધરવા જણાવાયુ હતું. કોમોર્બીડીટી ધરાવતા નાગરિકો, ૬૦ વર્ષ થી વધુ વયના વૃધ્ધો, ૫ વર્ષથી નાના બાળકો અને સગર્ભા માતાઓ વિગેરેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે અને સંપુર્ણ રસીકરણ થાય તેમ જણાવ્યુ હતું.ઝાયડસ હોસ્પિટલ દાહોદ ઉપરાંત જરૂર જણાયે ખાનગી હોસ્પિટલો દ્રારા કોવિડ સામે લડવા સાથ સહકાર મળે તે માટે તૈયારી રાખવા સુચન કરવામાં આવ્યું હતું. સરકાર દ્રારા કોવિડ અંતર્ગત જારી કરવામાં આવેલ નવીન ગાઈડલાઈન અંગેની ચર્ચા કરવામાં આવી અને તે મુજબ આઈ.ઈ.સી. અને કોવિડ મેનેજમેન્ટ અંગેની કામગીરી થાય તે માટે ઉપસ્થિત તમામને તાકીદ કરવામાં આવી હતી.