હિંમતનગર ના પરબડા પંચાયત ની હદ માં આવેલ સર્વે નંબરૉ કે જે પરબડા થી બાયપાસ રોડ પર જતા રોડ ની સાઈડ માં આવેલ છે, જ્યાં ની જમીન સરકારી ખરાબો ફેન્સીન્ગ તાર મારી દબાવવા માં આવી છે, ફેન્સીન્ગ એક દમ કાળી પટ્ટી ડામર રોડ ની નઝીક મારી દેવામાં આવી છે, આ દબાણ થી રોડ ઉપર થી પસાર થતા વાહનો ને હાલાકી પડે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, હાલ આ દબાણ બે ખેતરો માં બાંધકામ શરુ કરી તાર ની ફેન્સીન્ગ મારી ને કરવામાં આવ્યું છે, આ લોકો એ કરેલ દબાણ ના લીધે તેની દેખા દેખી આસપાસ ના જમીન માલિકો પણ દબાણ કરે તો નવાઈ નહિ, તે સિવાય એમ. એચ. કે. મોલ ની પાછળ ની સાઈડ પણ સરકારી જગ્યામાં કોટ કરી પાકી ઓરડી બાંધી દેવામાં આવી છે તેમજ માર્જિન ની જગ્યા પર પણ મસ મોટુ બાંધકામ ઠોકી બેસાડવામાં આવ્યું છે, અને આ બધુ પંચાયત ની રહેમ નઝર હેઠળ થતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પંચાયત ના તમામ સ્ટાફ નો રોજ નો આવવા જવા માટે નો રસ્તો આજ છે તેમની નઝર સમક્ષ દબાણ થઇ રહ્યું હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, આ દબાણ ના લીધે પરબડા ગામ ના લોકો પણ હેરાન છે, પરંતુ દબાણ કરનાર લોકો પણ ગામ ના જ હોવાથી જાહેર માં બોલવા તૈયાર નથી.હવે જોવું રહ્યું પંચાયત આ વાત ને ધ્યાને લઇ દબાણ દૂર કરશે કે નહિ  તેના પર ગામ ના લોકો મીટ માંડી બેઠા છે. એક સામાજિક કાર્યકર્તા એ જાહેર હિત ની અરજી દાખલ કરવા સુધીની પણ વાત કરી છે, હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલી સફાળી જાગે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं